દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

જાણો દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ વિષે

નવી દિલ્હી:સિંગાપોર એરલાઇન્સ દ્વારા દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ જર્ની શરુ કરવામાં આવી છે. આ ફ્લાઈટ સર્વિસ સિંગાપોરથી ન્યુ યોર્ક વચ્ચે ગુરુવારથી શરુ કરી છે. આ નોન સ્ટોપ ફ્લાઈટ 18 કલાક અને 25 મિનીટનો સમય લે છે.

એરબસ A350-900ULRએ ગુરુવારે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું અને ન્યુ યોર્ક લીબર્ટી ઇન્ટર નેશનલ એરપોર્ટ પર શુક્રવારે લેન્ડ થશે. આ પ્લેન 16,700 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપશે.

આ પહેલાં પણ સિંગાપોર એરલાઇન્સ દ્વારા આ સેવા શરુ કરાઈ હતી પરંતુ 2013માં ઓઈલનાં ભાવ વધારાને કારણે આ રૂટ બંધ કરી દીધો હતો.

(6:48 pm IST)