દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

પેરન્ટ્સ લગ્ન કરીને સેટ થવા દબાણ કરતા હોવાથી બહેન જાતે જ પોતાને પરણી ગયાં

લંડન, તા.૧૨: યુવતી ૨૫-૩૦ વર્ષની થાય એટલે તે કયારે લગ્ન કરશે અને સેટ થશે એ બાબતે લોકો હજાર સવાલ કરતા હોય છે. મૂળ યુગાન્ડાની અને હાલમાં ઓકસફર્ડ યુનિવર્સિટીમાં ભણતી ૩૨ વર્ષની લુલુ જેમિના નામની છોકરીને પણ તેના પેરન્ટ્સ લગ્ન માટે બહુ દબાણ કરતા હતા. આખરે આ વાતનો અંત લાવવા માટે તે પેરન્ટ્સ પાસે યુગાન્ડા પહોંચી ગઇ. તેણે પેરન્ટ્સ અને દોસ્તોને પોતાનાં લગ્નની તારીખ જણાવી અને એ દિવસે તે બધાની  હાજરીમાં પોતાને જ પરણી ગઇ તેણે પોતાની દોસ્તનો વેડિંગ ગાઉન પહેરવા માટે લીધેલો અને ચર્ચમાં બધાને એકઠા કર્યા હતો લુલુનું કહેવું હતું કે તેણે પોતાનાં લગ્નમાં માત્ર ત્રણ ડોલર એટલે કે લગભગ ૨૫૦ રૂપિયાનો જ ખર્ચ કર્યો હતો. આ પણ માત્ર પોતાના ઘરેથી ચર્ચ સુધી પહોંંચવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ હતો. તેના ભાઇએ જાતે વેડિંગ કેક બનાવી હતી. લગ્ન પછી તેણે જયાં ડિનરપાર્ટી રાખી હતી. એ રેસ્ટોરામાં પણ તમામ મહેમાનોએ જાતે પોતાનું બિલ પે કર્યુ હતું.

(3:42 pm IST)