દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

૪૦૦ કિલોની આ હથોડી ખોવાઇ ગઇ છે

ગયા વીક-એન્ડ દરમ્યાન કેલિફોર્નિયાના હીલ્ડ્સબર્ગ કમ્યુનિટી સેન્ટરની બહાર મૂકેલી એક હથોડી રાતોરામ ચોરાઇ ગઇ હતી. પોલીસ હાલમાં એ હથોડીની શોધમાં છે. આ હથોડી જાયન્ટ આર્ટવર્કનો એક ભાગ હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ડાઉગ યુન્ક્રે નામના આર્ટિસ્ટે આ કદાવર હથોડી બનાવી હતી. હથોડીમાં ૨૧ ફુટ લાંબા લાકડાના હાથા પર ૬ ફુટ ઊંચી લોખંડની પાટ લગાવેલી છે. એનું વજન લગભગ ૪૦૦ કિલો જેટલું છે. લગભગ ૧૧.૦૮ લાખ રૂપિયાના ખર્ચે બનેલી આ હથોડી એક કમ્પુનિટી સેન્ટરના બગીચામાં શોપીસ તરીકે મૂકવામાં આવેલી અને રાતોરાત ગાયબ થઇ ગઇ.

(3:42 pm IST)