દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

દરરોજ સવારે ખાલી પેટ ૨ ગ્લાસ પાણી પીવાથી...

શરીરને જીવંત અને સ્વસ્થ રાખવા માટે પાણી આવશ્યક છે. શરીરમાં પાણીની ખામી સર્જાતા સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બીમારીઓનો સામનો કરવો પડે છે. ડૉકટર પણ દરરોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ઉપરાંત દરરોજ સવારે ખાલી પેટે ૨ ગ્લાસ પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક બીમારીઓથી મુકિત મળે છે.

ઝેેરીલા ટોકસીન : સવારે ખાલી પેટે ૨ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે અને રોગોથી રક્ષણ મળે છે.

તનાવ : ખાલી પેટે પાણી પીવાથી કરવાથી મગજને ઓકિસજન સરળતાથી મળે છે. જેનાથી તનાવ દૂર થાય છે અને મગજ સક્રિય રહે છે.

વજન : દરરોજ સવારે ૨ ગ્લાસ પાણી પીવાથી શરીરમાં જમા થયેલ વધારાની ચરબી ઓછી થઈ જાય છે.

પ્રાકૃતિક નિખાર : ખાલી પેટે પાણી પીવાથી કોશિકાઓને સરળતાથી ઓકિસજન મળી રહે છે. જેના કારણે ત્વચા અંદરથી સાફ થવા લાગે છે.

 

(9:24 am IST)