દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

યોગ કરતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન

યોગ એક પ્રાચીન પદ્ધતિ છે. યોગ શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને સારૂ બનાવી રાખે છે. નિયમીત યોગ કરવાથી તન-મન સ્વસ્થ રહે છે. પરંતુ, યોગ કરતા પહેલા તેના કેટલાક નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

યોગ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવુ

યોગાસન કરતી વખતે આડુ-અવળુ ધ્યાન ન હોવુ જોઈએ અને મસ્તી-મજાકનો માહોલ ન બનાવવો જોઈએ. યોગ કરતી વખતે ગળાનો ચેન, ઘડીયાળ, કડા, વગેરે કાઢી નાખવા. તેનાથી યોગની મુદ્રામાં તમને સમસ્યા થઈ શકે છે.

ભોજન કર્યા બાદ યોગા ન કરવા

ભોજન કર્યાના તુરંત બાદ યોગા ન કરવા જોઈએ. ભોજન કર્યાના લગભગ ૪ કલાક બાદ જ યોગા કરવા. સવારે ખાલી પેટે યોગા કરવા જોઇએ. યોગા હંમેશા કોઈ એકસપર્ટની સલાહ મુજબ જ કરવા જોઈએ.

યોગ કર્યા બાદ તુરંત સ્નાન ન કરવુ

યોગ કર્યાના થોડા સમય બાદ સ્નાન કરવું જોઈએ કારણ કે શારીરિક ગતિવિધીઓ બાદ શરીર ગરમ થઈ જાય છે. યોગ કર્યાના તુરંત બાદ સ્નાન કરવાથી શરદી, તાવ, શરીર દુઃખવુ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઠંડુ પાણી ન પીવુ

યોગ કરતી વખતે ઠંડુ પાણી પીવુ ભારે પડી શકે છે. યોગ કરતી વખતે શરીર ગરમ થઈ જાય છે. ઠંડુ પાણી પીવાથી શરદી, તાવ અને એલર્જી થઈ શકે છે.

શરીરને તૈયાર કરો

યોગ કરતા પહેલા વાર્મઅપ કરવુ જરૂરી હોય છે. તેથી યોગાસન કરતા પહેલા કંઈક હળવા વ્યાયામ જરૂર કરવા જોઈએ.

(9:23 am IST)