દેશ-વિદેશ
News of Saturday, 12th September 2020

અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલ આ ગામમાં માત્ર આ એક જ મહિલા રહે છે

નવી દિલ્હી: દેશમાં અને દુનિયામાં અનેક એવા ગામડાઓ આવેલા છે, જે બીજા કરતા એકદમ અલગ છે. આ ગામડાઓ પાસે વિશેષ કહી શકાય તેવું કંઇક છે. આપણા દેશમાં પણ આવા ઘણા અનોખા કહી શકાય તેવા ગામડાઓ છે. ત્યારે આજે દુનિયાના આવા જ એક વિશેષ  અને અનોખા ગામની વાત કરવી છે. સામાન્ય રીતે નાનામાં નાન ગામની અંદર પણ ઓછામાં ઓછા 25-50 લોકોની વસ્તી હોય છે. ત્યારે આ ગામ એવુ છે જ્યાં માત્ર એક જ મહિલા રહે છે. આ મહિલા છેલ્લા કેટલાયય વર્ષોથી આ ગામમાં એકલી જ રહે છે.

        આ ગામનું નામ છે કે મોનોવી, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. 2010માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે આ ગામની અંદર માત્ર એક જ મહિલા રહે છે. આ મહિલાનું નામ એલ્સી આઇલર છે. વર્તમાન સમયે આ મહિલાની ઉંમર 86 વર્ષની છે. આ મહિલા જ ત્યાંની લાઇબ્રેરિયન, મેયર, બારટેન્ડર વગેરે બધું જ છે. એલ્સી આઇલર વર્ષ 2004ના વર્ષથી એકલી રહે છે. એલ્સી ગામની અંદર એક બાર પણ ચલાવે છે. જ્યાં અમેરિકાના અન્ય રાજ્યના લોકો પણ આવે છે. આ ગામની અંદર લોકો ફરવા માટે પણ આવે છે. જે લોકો અહીં આવે છે તેઓ એલ્સીની મદદ કરે છે.

(6:11 pm IST)