દેશ-વિદેશ
News of Thursday, 12th September 2019

તાલિબાન જો યુએસ પરત આવશે તો એના પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

         અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારના ૯/૧૧ ના હુમલાની વરસી પર તાલિબાનને લઇ કહ્યું જો તે અમારા દેશમાં પરત આવશે તો તે જયાં પણ હશે અમે જઇશુ અને તેના પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરશુ.

         એમણે કહ્યું છેલ્લા ૪ દિવસથી અમે અમારા દુશ્મનને ૧૦ વર્ષના મુકાબલે સૌથી વધારે નુકસાન પહોંચાડી રહ્યા છીએ.

         યુએસ દ્વારા શાંતિ વાર્તા રદ કરી દીધા પછી તાલિબાનએ આપી છે જિહાદની રીત અપનાવવાની ધમકી.

(12:34 am IST)