દેશ-વિદેશ
News of Thursday, 12th September 2019

આ મહિલા એટલા જોરજોરથી હસી કે તેનું ઝડબુ નીકળી ગયું: જાણીને ડોક્ટરને પણ થઇ અચરજ

નવી દિલ્હી: હસવું સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે પરંતુ ઘણીવાર ખુબજ હસવું મુસીબત ઉભી કરી દે છે એક મહિલા માટે ખુલીને હસવાના કારણોસર તે મુસીબતમાં મુકાઈ ગઈ છે ચીનમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યાં ટ્રેનમાં સફર કરી રહેલ એક મહિલા એટલું જોરથી હશે છે કે તેમનું ઝડબુ નીકળી જાય છે અને તેનું મોઢું ખુલ્લું રહી જાય છે આ ઘટના ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંજું દક્ષિણ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                   આ મહિલાની સફર દરમ્યાન ટ્રેનમાં એક ડોક્ટર પણ ઉપસ્થિત હતા અને તેમને તાત્કાલિકમાં મહિલાની સારવાર કરી હતી પરંતુ મહિલાની આવી સ્થિતિ જોઈને તેમને પણ અચરજ થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:53 pm IST)