દેશ-વિદેશ
News of Thursday, 12th September 2019

કેલિફોર્નિયામાં ચર્ચના 12 નેતાની ધરપકડ: બેઘર લોકોને જબરદસ્તી બંધક બનાવીને મજૂરી કરાવવાનો આરોપ મુકવામાં આવ્યો

નવી દિલ્હી: અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયા સ્થિત ચર્ચમાં બાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને બેઘર લોકોને જબરદસ્તી મજબુર કરીને કામ કરવા માટે મજબુર કર્યા હતા. આ બધા લોકોને તેમની બંધક માંથી છોડી દેવામાં આવ્યા છે.આ ઘટના ત્યારે સામે આવી જયારે  ગયા વર્ષે   એક કિશોરી તેનાથી  બચવા માટે ભાગી ગઈ હતી અને  અધિકારીઓને સચેત કરવામાં આવ્યા હતા. 

          અભિયોજન પક્ષે જણાવ્યું છે કે ચર્ચના પૂર્વ પાદરી સહીત અન્ય લોકોએ  મંગળવારના રોજ કેલિફોર્નિયાના એક સેટ્રોમાં લેવામાં આવ્યા છે જ્યાં ચર્ચનું  મુખ્યાલય છે. તેમના વિરુદ્ધ સૈન ડિએગો સ્થિત  અમેરિકી જિલ્લા ન્યાયાલમાં સુનવણી કરવાની માહિતી મળી રહી છે તેમજ  આ ચર્ચના અધિકારીઓ પર સાજીશ, શ્રમ  અને છેતરપિંડીની આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

(6:48 pm IST)