દેશ-વિદેશ
News of Thursday, 12th September 2019

સફળતાની તરફ આગળ વધી રહ્યું છે બીજિંગ: દુનિયાના પ્રદુષિત શહેરોમાંથી આવી જશે બહાર

નવી દિલ્હી: ચીનની  રાજધાની બીજિંગ આ વર્ષે દુનિયાના 200 સૌથી વધારે પ્રદુષિત શહેરોની યાદીમાંથી બહાર નીકળવાની લાઈનમાં છે. ગુરુવારના રોજ એક સ્થાનિક  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આઇક્યૂએયર એયર  વિજ્યુઅલ દ્વારા સંકલિત કરવામાં આવેલ  આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં નુકસાનદાયક રેકોર્ડમાં સ્તરની કમી આંકવામાં આવી હતી.

      સ્વીટર્જરલેન્ડની એયર ક્વોલિટી ટેક્નોલોજીની કંપનીએ જાહેર કરેલ એક આંકડા મુજબ 2014માં શરૂ થયેલ પ્રદૂષણથી લડાઈમાં મોરચા પર બીજિંગ રહ્યું છે અને આ માટે તેમને પ્રદુષણ ફેલાવનાર ઉદ્યોગોની ઓળખ બંધ કરવાનું કામ  .શરૂ કરી દીધું છે.  

(6:46 pm IST)