દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

લેબનાનમાં મહિલાઓ માટે બનાવવામાં આવ્યું આ ખાસ વસ્તુ

નવી દિલ્હી:લેબનાેને પોતાના દેશની મહિલાઓ માટે જીયેહ શહેરમાં એવો બીચ તૈયાર કર્યો છે કે જ્યાં માત્ર મહિલાઓને જ જવાની પરવાનગી છે. આ બીચ પર મહિલાઓએ હિજાબ પહેરવાની જરૂર નથી અને કોઇ પણ પ્રકારના ધાર્મિક રિવાજ નિભાવવાની પણ જરૂર નથી.

આ બીચ પર મહિલાઓ બિ‌કિની પણ પહેરી શકે છે અને સનબાથ પણ લઇ શકે છે. બીચ સાથે એક રિસોર્ટ પણ બનાવાયો છે. જો ભૂલથી પણ કોઇ પુરુષ આ બીચ પર એન્ટ્રી કરી લે છે તો તેણે ૧૮ ડોલર (રૂ.૧૩૦૦) દંડ ચૂકવવો પડે છે.

બેકા વેેલી દ્વીપમાં રહેના રબાબ અહેમદ કહે છે કે આ બીચ પર આવ્યા બાદ હું મારી જાતને આઝાદ અનુભવું છું. લેબેનાેનના નિયમો મુજબ મુસ્લિમ મહિલાઓને પોતાના પતિ સિવાય કોઇ પણ પુરુષ સામે ઓછાં કપડાંમાં ફરવાની પરવાનગી નથી. આવા સંજોગોમાં મહિલાઓ કોઇ પણ બીચ પર જઇ શકતી નથી.

(5:25 pm IST)