દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

અમેરિકાની કંપાવનારી ઘટના : પાળેલા દોઢ ડઝન કૂતરા જ તેના માલિકને ખાઈ જતાં ચકચાર

ડલ્લાસ, તા.૧૨ : અમેરિકામાં અનેક મહિનાઓ થી લાપતા બનેલા ટેકસાસના રહેવાસીને તેમના જ કુતરાઓ એ ફાડી ખાધો હતો અને તેના હાડકા સુધ્ધા છોડયા નહતા.ડીએનએ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે કુતરાના મળમાંથી મળેલા હાડકાના ટુકડા ૫૭ વર્ષના ફ્રેડી મેકના હતા.

કાઉન્ટી શેરિફની ઓફિસના જણાવ્યા અનુસાર, મિકસ બ્રીડના ૧૮ કુતરાઓએ જ મેકના શરીરના, કપડાંના અને વાળના ટુકડા કરી નાંખ્યા હતા.કુતરાઓએ બેથી પાંચ ઇંચના હાડકાના ટુકડીઓ સિવાય કંઇ જ બાકી રહ્યું નહતું.

શ્ન*જ્રાચ તો અમારા આખા જીવનમાં કયારે પણ સાંભળ્યું નહતું કે આખા માનવીને કુતરાઓ ખાઇ ગયા'એમ શેરિફ ઓફિસના નાયબ અધિકારીએ કહ્યું હતું.મેકને ગંભીર બીમારી હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મેકના અવસાન પછી તેને ફાડી ખાધો હતો કે જીવતા જ તેને મારી નાંખવામાં આવ્યો હતો. ગમે તે હોય, આ ખૂબ જ ગંભીર ઘટના છે. અમારી સંવેદના મેકના પરિવાર પ્રત્યે છે'એમ તેમણે કહ્યં હતું.

મે મહિનામાં મેકના સબંધીઓએ ફરીયાદ કરી હતી કે માત્ર ૪૦૦૦ લોકોની વસ્તી ધરાવતા ડલ્લાસની દક્ષિણપશ્યિમે આવેલા વિનસ પાસેથી પોતાના ઘરેથી મેક ગુમ થયો હતો.એપ્રિલ મહિનાના મધ્ય ભાગથી તેના પરિવારને પણ મેકના કોઇ જ ખબર મળ્યા ન હતા.અત્યંત આક્રમક બની ગયેલા કુતરાઓએ મેકના પરિવારજનોને તેના ઘરમાં આવતા રોકયા હતા. પરંતુ ડીસ્ટ્રેકશન મેથડનો ઉપયોગ કરી સત્ત્।ાવાળાઓ કુતરાઓને દૂર કરી ઘરમાં ઘુસ્યા હતા.

તેઓ મેકને શોધી શકયા ન હતા અને કેટલાક દિવસો પછી તેઓ દ્યરની તલાશી લેવા ફરી આવ્યા હતા.ઉંચી દ્યાસમાં તેમને કુતરાનો મળ મળ્યો જેમાં માનવીય વાળના, કપડાના અને હાડકાના કેટલાક અંશો હતા.

(4:00 pm IST)