દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

વિશ્વની સૌથી જુની માનવ ખોપરી મળી

૨.૧૦ લાખ વર્ષ જુની હોવાનો વૈજ્ઞાનિકોનો અંદાજ

ન્યુયોર્ક :  દક્ષિણ ગ્રીસની એક ગુફામાંથી, આફ્રિકાની બહાર સૌથી જુની માનવ ખોપરીના અંશો મળી આવ્યાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. રિસર્ચોએ બુધવારે રિપોર્ટ કર્યા અનુસાર તેની અંદાજીત ઉમર લગભગ ૨,૧૦,૦૦૦ વર્ષ છે અને તે ગયા વર્ષે ઇઝરાયેલમાંથી મળી આવેલા જડબાના હાડકા કરતા ૧૬૦૦૦ વર્ષ જુના છે, જે દર્શાવે છે કે માનવ જાતે આફ્રિકા  છોડવાની શરૂઆત આપણે ધારીએ છીએ તેના કરતા ઘણી વહેલી કરી દીધી હતી.

ગ્રીસ તરફ પ્રવાસ કરનારાઙ્ગઓના વંશજો અત્યારે હયાત નથી. અન્ય રિસર્ચોમાં એવું સ્થાપિત થયું હતું કે માનવ જાતિએ આફ્રિકામાંથી બાકીની દુનિયામાં પ્રયાણ કર્યુ તેને ૧,૦૦,૦૦૦ થી વધારે વર્ષો નથી  થયા. આ નવા રિસર્ચથી તે માન્યતાથી ઘણા વહેલા માનવજાતની સફર શરૂ થયાનું જાણવા મળે છે.

માનવ ખોપરીના પાછળના ભાગનો આ નમુનો  દાયકાઓ પહેલા ગ્રીસના દક્ષિણ પેલોપોન્નીસ વિસ્તારની એપિડમાં ગુફામાંથી ૧૯૭૦ માં મળી આવ્યો હતો, અને તેને એથેન્સ યુનિવર્સિટીના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો હતો.

આ નમુનાનો અભ્યાસ કરવા માટે જર્મનીની ટયુબીનજૈન યુનિવર્સિટીની કેટરીના હર્વાતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટરીનાએ જણાવ્યું કે તેના પર બહુ ધ્યાન નહોતું આપવામાં આવ્યું.

હર્વાતી અને તેના સાથીદારોએ તેમના અભ્યાસના પરિણામો નેચર નામના જર્નલમાં જાહેર કર્યા હતા. નમુનાની ઉંમર સ્થાપિત કરવા માટે તેમણે હાડકાનું સુક્ષ્મ પરિક્ષણ કર્યુ હતું. આ  હાડકુ કોનું છે તે જાણવા માટે તેના આકારનુ વર્ચ્યુઅલ રીકન્સ્ટ્રકશન પણ કર્યુ હતું. હર્વાતીએ કહયું કે માનવ જાત એ વખતે ગ્રીસ પહોંચી તે જાણીને અમને આશ્ચર્ય થયું હતું, પણ અમને આવુ લાગ્યું હશે તેવી કલ્પના કરવામાં મુશ્કેલીઓ નહોતી પડી.

(3:16 pm IST)