દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

બચપણમાં વાગવાને કારણે આ છોકરીનું માથું હંમેશા ૯૦ ડિગ્રી ઝુકેલૂં જ રહે છે

કરાંચી તા ૧૨  :  પારાવાર પીડા છતાં હસતો ચહેરો રાખવામાં માહેર ૧૧ વર્ષની અફશીન કુંબર નામની કન્યા એવી વિચીત્ર બીમારીથી પીડાય છે કે જેને કારણે તેનું જીવન નોર્મલ નથી રહ્યું પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી ગામમાં રહેતી અફશીન જન્મી ત્યારે શારીરીક રીતે સ્વાસ્થ હતી, પરંતુ તે જસ્ટ આઠ મહીનાની હતી ત્યારે જ ગરદનમાં ઇન્જરીને કારણે તેનું માથું ઢળી પડયું હતું. પરિવાર પાસે એની સારવાર કરાવવાના પૈસા ન હોવાથી તેનું એક તરફ ઢળેલું માથું કાયમ માટેની ખોડ બની ગયું તસ્વીરો પરથી જોઇ શકાશે કે અફશીનનો ચહેરો લિટરલી ૯૦ ડિગ્રીના ખૂણે ડાબી તરફ ઝુકેલો રહે છે. લાંબા વર્ષોથી આ જ સ્થિતી રહી હોવાથી તેની ગરદનના સ્નાયુઓમાં ટોર્ટિકલસ નામની બીમારી થઇ છે. માથાની ઢળેલી અવસ્થાને કારણે તેને ખાવાપીવામાં બોલવામાં બહુ મુશ્કેલી પડે છે. ઇવન જાતે ટોઇલેટ જવામાં પણ તેનું બેલેન્સ નથી રહેતું એક જ તરફ ઢળેલી ગરદનને કારણે તેના શરીરમાં વિચીત્ર કળતર સતત રહ્યા કરે છે. અફશીનના પિતા હજી ગયા વર્ષે જ કેન્સરને કારણે અવસાન પામ્યા છે, અને તેની મા જમીલા લોકોના ઘરના કામ કરીને ઘર ચલાવે છે. આ અવસ્થા લાંબી ચાલે તો સ્પાઇનનો ડીજનરેટિવ ડિસીઝ થઇ શકે છે અને હજીયે પરિસ્થિતી બગડી શકે છે.

(11:39 am IST)