દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

પતિએ બેડરૂમમાં જોયું તો સાપ પત્નીની પિન્ક નાઇટી ખાતો હતો

લંડન તા.૧૨: થાઇલેન્ડના એક ટાઉનમાં ૩૫ વર્ષના ભાઇ સાંજે નોકરીએથી ઘરે આવ્યા ત્યારે તેમને જબરો આઘાત લાગ્યો. નાહીને તૈયાર થવા તે બેડરૂમમાં ગયો તો કબાટમાંથી બહાર પૂંછડી જેવું બહાર આવતું હોય એવું લાગ્યું. ભાઇએ પૂંછડી બહાર ખેંચી તો એ સાપ હતો અને એના મોંમા પત્નીની પિન્ક કલરની સેકસી નાઇટી ઠૂંસેલી હતી. પૂંછડીએથી સાપને ખંચીને બહાર કાઢવાં છતાં એણે નાઇટી ગળવાનું ચાલું રાખ્યું. સાપ આવી ચીજો ખાય એવું ભાગ્યે જ જોવા મળે છે એટલે ભાઇએ વનઅધિકારીઓને બોલાવતાં પહેલાં આ અદ્દભુત નજારાને વિડિયોમાં કેદ કરી લીધો.

(4:12 pm IST)