દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

૮૭ વર્ષના આ દાદાનો પરિવાર છે ૩૪૬ સભ્યોનો

શુ આ વિશ્વનુ સૌથી મોટુ ફેમિલી છે?

યુક્રેનમાં રહેતા  પાવેલ સેમેન્યુક નામના ૮૭ વર્ષના દાદાનો પરિવાર તમે કલ્પ્યો પણ ન હોય એટલો વિશાળ છે. તાજેતરમાં પાવેલદાદાદને યુક્રેનના સૌથી લાર્જેસ્ટ ફેમિલીના  વડા હોવાનો ખિતાબ મેળવ્યો છે. તેમના પરિવારમાં કુલ ૩૪૬ સભ્યો છે. આ એવા  સભ્યો છે. જેઓ આજે હયાત છે. આ આકડાનો તાળો મેળવવાની કોશિશ કરીએ પાવેલદાદાને એક પત્ની છે. જેના થકી તેમને ૧૩ સંતાનો થયા  આ સંતાનોનો વંશવેલો જબરો ફૂલ્યોફાલ્યો છે. હાલમાં તેમને ૧૨૭ ગ્રેન્ડચિલ્ડ્રન છે. ૨૦૩ ગ્રેટચિલ્ડ્રન અને ૩ ગ્રેટ ગ્રેટ  ગ્રેન્ડચિલ્ડ્રન છે. પરિવારનો સૌથી નાનો સદસ્ય બે વીકનો છે.

પાવેલ પોતે કન્સ્ટરકશનનુ કામ કરતા હતા. અને હવે તેમના ધણા સંતાનો પણ એ કામ કરે છે. ડોબ્રોસ્લેવ નામના ગામમાં તેમનો આખો પરિવાર રહે છે. બધા આ જુદા જુદા  રહે છે. , પરંતુ એક જ ગામમાં રહેતા હોવાથી લગભગ બધા જ આખો દિવસ સાથે  ને સાથે જ હોય છે. દર અઠવાડિયે કોઇકના બર્થ ડે નુ સેલિબ્રેશન હોય, કોઇક નવુ પરણ્યુ હોય તેની એનિવર્સરી હોય, કોઇએ નવુ ધર બનાવ્યુ હોય એની ઉજવણી હોય એમ અડધુ વરસ તેઓ સહિયારૂ સેલેબ્રિેશન જ કરતા રહે છે.

અત્યાર સુધી ગિનેશ વર્લ્ડ રેકોર્ડ મુજબ ભારતમાં ૧૯૨ સભ્યોનો પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે. જોકે યુક્રેનના અધિકારીઓએ પાવેલ સેમેન્યુકનુ નામ ગિનેસના અધિકારીઓને મોકલાવ્યુ છે. સૌથી વિશાળ પરિવારનો રેકોર્ડ આ દાદાના ફાળે જાય એવી પૂરી સંભાવનાઓ છે. (૧૭.૭)

(2:39 pm IST)