દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

નાની ઉંમરે થતા સફેદ વાળને રોકવા માટે આંબળા ઉપયોગી

નવી દિલ્હી તા. ૧૨ ધણા લોકોના વાળ યુવાનીમાં જ સફેદ થઇ જાય છ. અને તેથી નાની ઉંમરે વાળને કાળા કરાવવા માટે કેમિકલયુકત ડાઇ કરાવવી પડેે છે. જોકે ભારતીય આર્યુવેદમાં જેને અમૃત ફળની ઉપમા મળી છે એવા આમળા ખાવાથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આમળામાં બે સંતરા જેટલું વિટામિન 'સી' હોય છે અને એમાં રહેલાં કુદરતી તત્વો મૂડથી જોડાયેલી ક્રિયાઓને નિયંત્રીત રાખે છે એના સેવનથી શરીમાં પ્રોટીનની માત્રા વધે છે અને નાઇટ્રોજનનું સંતુલન રહે છે. આમળા શરીરની નસોમાં ચરબીને જમા થવા દેતા નથી અને તેથી ખીલ અને ચહેરા પરની કરચલીઓ ખાળવામાં એ ઉપયોગી રહે છે. એમાં એનિટ ઓકિડન્ટસ હોવાથી ચેપી રોગ થતા નથી અને ફાઇબર વધારે હોવાથી પેટ સાફ રાખવામાં ઉપયોગી રહે છે. એમાં રહેલા એનિટ-ઓકિસડન્ટ્સ રેટિનાને બચાવેછે અને એથી મોતિયો અને રતાંધળાપણાથી પણ બચી શકાય છે.

(2:38 pm IST)