દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

માથા ફરેલ નર્સે ૨૦ વૃધ્ધોને મોતને ઘાટ ઉતાર્યા !

ઇન્જેકશનમાં કેમિકલ ભેળવતી હતી

ટોકીયો તા. ૧૨ : જાપાનમાં એક નર્સને આશરે ૨૦ વૃદ્ઘોની હત્યાની શંકામાં અરેસ્ટ કરવામાં આવી છે. શંકા વ્યકત કરાઈ રહી છે કે, તેણે દર્દીઓની ડ્રીપમાં હાનિકારક કેમિકલ ભેળવી દીધું હતું. રાજધાની ટોકયોની એક હોસ્પિટલમાં કામ કરનારી ૩૧ વર્ષની આયુમી કુબોકીને પોલીસે ગત શનિવારે વર્ષ ૨૦૧૬માં ૮૮ વર્ષીય વૃદ્ઘની હત્યાના આરોપમાં અરેસ્ટ કરી છે.

સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુબોકીએ ૨૦ અન્ય દર્દીઓની હત્યા કરી હોવાની વાત સ્વીકારી છે. જોકે, પોલીસે હજુ આ વાતની પુષ્ટિ કરી નથી. ૨૦૧૬ બાદ કુબોકીએ નર્સની નોકરી છોડી દીધી હતી. મીડિયા અનુસાર, કુબોકીને દર્દીઓ સાથે કોઈ અંગત દુશ્મની નહોતી.

૨૦૧૬માં એક વૃદ્ઘની હત્યાની તપાસ દરમિયાન પોલીસને હોસ્પિટલમાં કોસ્મેટિક અને ડિટર્જન્ટમાં ઉપયોગમાં લેવાતા કેમિકલના ૫૦ પેકેટ્સ મળ્યા હતા. આ કેમિકલ હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બે અન્ય વૃદ્ઘોના શરીરમાંથી પણ મળ્યું હતું.

(11:36 am IST)