દેશ-વિદેશ
News of Tuesday, 12th June 2018

ઘરેલુ નુસ્ખા દ્વારા દૂર કરો આર્થરાઇટિસનો દુઃખાવો

આર્થરાઇટિસનો દુઃખાવો એટલે કે જેમા કોઇ પણ વ્યકિતને ઘુંટણોના દુખવાની સાથે-સાથે સોજો પણ વધારે થઇ જતો હોય છે. આ પ્રકારના દુખાવાથી રાહત મેળવવા માટે તમે તમારા ખોરાક અને ગૃહ ઉપચારથી રાહત મેળવી શકો છો. અમુક વાર દુખાવાના કારણે તાવ જોડાના આકાર પણ વાંકો ચુકો થઇ જતો હોય છે. જેમાં દર્દી હોસ્પીટલમાં ધક્કા ખાઇને થાકી જતા હોય છે.

આ તકલીફથી રાહત આપતા ઘરેલું નુસ્ખા

. જ્યારે દુઃખતુ હોય ત્યારે તમે સનબાથ લઇ શકો છો.

. ૫ થી ૧૦ ગ્રામ મેથી દાણાના ચુરણ બનાવીને સવારે તેનું પાણી પીવું જોઇએ

. ૪ થી ૫ લસણની કળીઓને દુધમાં ઉકાળીને પીવુ જોઇએ

. લસણના રસને કપુર સાથે મીકસ કરીને તેની માલીશ કરવાથી રાહત મળે છે.

. લાલ તેલથી માલીશ કરવું એ પણ આરામદાયક છે.

. શરીરમાં પાણીની માત્રા બેલેન્સિંગ રાખવી

. જોડાના દુઃખાવાથી બચવા માટે સૌથી સારો યોગાસન છે ગૌમુખાસન, આ આસાન કરવાથી પણ જોડાઓમાં રાહત મળે છે.

આર્થરાઇટિસમાં સારા ખોરાકથી જ ફાયદા થઇ શકે છ

ફળોમાં સંતરા, મોસંબી, કેળા, નાશ્પતી, નારીયેળ, તરબુચ શરીર માટે સારૂ છે.

શાકભાજીમાં મૂળી, ગાજર, મેથી, કાકડી, લેવું જોઇએ.

(9:41 am IST)