આ મહિલા છેલ્લાં ૪ વર્ષમાં ૧૫૦૦૦ સોફટ ડ્રિન્કસનાં કેન ગટગટાવી ગઇ છે
લંડન,તા.૧૨ : રોજ સોફ્ટ-ડ્રિન્કસ પીવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે એમ માનનારાઓએ ૭૪ વર્ષની આ મહિલાને મળવું જોઈએ જે છેલ્લા ચાર દસકાથી સોફ્ટ ડ્રિન્કસ પર જ જીવી રહી છે. સાવ એવું પણ નથી કે તે યુવાન વયથી જ સોફ્ટ ડ્રિન્કની લતે ચડી ગઈ હતી. વાસ્તવમાં તે ૩૪ વર્ષની હતી. જયારે તેના પતિનું મૃત્યુ થયું હતું. એના આઘાતમાં તે સોફ્ટ ડ્રિન્ક તરફ વળી ગઈ હતી. ત્યાર બાદ એક અકસ્માતમાં તેના પુત્રનું પણ મૃત્યુ થયું અને તે વધુ ને વધુ સોફ્ટ ડ્રિન્ક તરફ વળતી ગઈ. આ મહિલાનું કહેવું છે કે છેલ્લાં ૪૦ વર્ષથી હું દરરોજ સરેરાશ ૧૦ કેન સોફ્ટ ડ્રિન્ક પીઉં છું. લાંબા સમય સુધી શુગર ધરાવતાં સોફ્ટ ડ્રિન્કસ પીવાથી આરોગ્યલક્ષી સમસ્યા થવી સંભવ છે એમ મનાય છે, પણ આ મહિલા શરીરે સુડોળ છે તેમ જ તેનું સ્વાસ્થ્ય પણ સારૂ છે. તેનું કહેવું છે કે સોફ્ટ ડ્રિન્ક મારા માટે સંજીવનીની ગરજ સારે છે.