દેશ-વિદેશ
News of Saturday, 12th May 2018

તમે જાણો છો..તમારા શરીરમાંથી દુર્ગંધ આવવાનું કારણ શું છે?

મોટા ભાગના લોકોને ઉનાળામાં પરસેવો આવવાની સમસ્યા થાય છે.  પરંતુ, કેટલાક લોકોના પરસેવામાંથી એટલી બધી દુર્ગંધ આવતી હોય છે કે તેની પાસે બેસવું મુશ્કેલ થઈ જાય છે. પરસેવાની દુર્ગંધના કારણે લોકો સામે શરમ આવે છે. કેટલાક લોકો પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે મોંઘા-મોંઘા પરફયુમ અને ડિયોડ્રેંટનો ઉપયોગ કરે છે. પરંતુ, કેટલીક એવી પણ વસ્તુઓ છે જે ખાવાથી તમારા પરસેવામાં દુર્ગંધ આવે છે.

૧. દૂધમાં ભરપૂર માત્રામાં કોલીન હોય છે. જે શરીરમાં દુર્ગંધ બનાવવાનું કામ કરે છે. તેથી ઉનાળામાં ઓછુ દૂધ પીવુ જોઈએ.  દહીં ખાવાથી પરસેવાની દુર્ગંધથી છુટકારો મળી જશે.

૨. જે લોકો વધારે દારૂ પીવે છે. તેના પરસેવામાંથી પણ ખૂબ જ દુર્ગંધ આવે છે.  પરસેવાની દુર્ગંધથી બચવા દરરોજ લીંબુ પાણી પીવો.

૩. ઉનાળામાં વધુ માત્રામાં કોફી પીવાથી પરસેવાની દુર્ગંધ આવે છે. પરસેવાની દુર્ગંધ ઓછી કરવા માટે કોફીની બદલે ગ્રીન ટીનું સેવન કરો.

૪. ડુંગળી-લસણ ખાવાથી પણ દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે એલચીનું સેવન કરો.

(10:09 am IST)