દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

ઇરાકમાં સૈન્ય અભિયાનમાં આઇએસના 12 આતંકવાદીનાં મોત

નવી દિલ્હી: ઇરાકના કેન્દ્રીય પ્રાંત સલાઉદિન અને દિયાલામાં આવેલ હમરીન પર્વતની શુંખલામાં ઈરાકી સુરક્ષા બળોએ શરૂ કરેલ અભિયાનમાં ગુરુવારના રોજ ઇસ્લામિક સ્ટેટના 12 આતંકવાદી મોતને ભેટ્યા છે આતંકવાદ નિરોધી સેવા તરફથી મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સીટીએસએ આ અભિયાનને અંજામ આપ્યો હતો અને તેમાં આઇએસના 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અને મુખ્યાલય અને અન્ય જગ્યાઓને નષ્ટ કરી દેવામાં આવી છે.

(5:58 pm IST)