દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

૧૫ ફૂટના અજગરના અલ્સરની સારવાર કરે છે ૩ વર્ષની આ ટબૂકડી

જાકાર્તા, તા.૧૨: ઇન્ડોનેશિયાના ટાંગેરાંગ શહેરમાં ત્રણ વર્ષની મહારાણીને જંગલી અને ભયાવહ કહેવાય એવાં પ્રાણીઓ સાથે રમવામાં કોઇ ડર નથી લાગતો. એનું કારણ એ છે કે તેના પિતા એકઝોટિક અને ઇર્ન્જડ પ્રાણીઓની સારવાર આપવાનું કામ કરે છે. તેમના ઘરે આએદિન અજગર, મગર, ઘુવડ જેવાં પ્રાણીઓ સારવાર માટે આવતાં રહે છે. એ વખતે મહારાણીએ પ્રાણીઓથી ડરવાને બદલે તેમની સાથે રમે છે અને હવે તો પપ્પાને જોઇને પણ એ પ્રાણીઓ સાથે જાણે ડોકટર-ડોકટર રમતી હોય એવું વર્તન કરે છે. આ તસ્વીરમાં જે પંદર ફુટનો અજગર છે તેને મોંમા અલ્સર થયેલા છે. તેના પપ્પાએ અજગરનું મોં ખોલીને રૂ પર એના લોહી અને લાળનાં સેમ્પલ લીધેલાં એ જોઇને મહારાણી પણ અજગરનું મોં ખોલીને એજ ક્રિયા કરવાની કોશિશ કરે છે. તેના પપ્પાને એનાથી કોઇ ડર નથી લાગતો. પિતાનું કહેવું છે કે મારી દીકરી પાસે કોઇ પણ પ્રાણી ખુબ જ રિલેકસ્ડ મહેસૂસ કરે છે. આ જ અજગરને જો બીજું કોઇ હાથ અડાડે તો તરત જ અજગર એની ભીંસ મજબૂત કરી દે છે, જયારે મહારાણી સાથે અજગર પણ મસ્તીના મૂડમાં રહે છે.

(11:51 am IST)