દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

હવે માત્ર જવેલરી પહેરવાથી ગર્ભ નહીં રહે, સાધન ગોળીઓની નહીં પડે જરૂર

હવે વૈજ્ઞાનિકોએ ગર્ભનિરોધક ગોળીઓને એક અનોખો વિકલ્પ શોધી કાઢયો છે. જીંહા, મહિલાઓ કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ ખાધા વગર જ બર્થ કન્ટ્રોલ કરી શકશે

લંડન, તા.૧૨: ઈચ્છા વગરની પ્રેગનન્સી રોકવા માટે મહિલાઓ અત્યાર સુધીમાં ગર્ભનિરોધક ગોળીઓને સહારો લેતી હતી. ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી મહિલાઓના શરીર પર ખરાબ અસર થતી હતી. આનાથી મહિલાઓના હોર્મોંસનું સંતુલન બગડી જતું હતું. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ગર્ભનિરોધક ગોળીઓને એક અનોખો વિકલ્પ શોધી કાઢયો છે. જીહા, મહિલાઓ કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ ખાધા વગર જ બર્થ કન્ટ્રોલ કરી શકશે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે અનોખી પ્રકારની કોન્ટ્રાસેપ્ટિવ જવેલરી વિકસીત કરી છે, જેની મદદથી હવે મહિલાઓ ઈયરિંગ, રિંગ અને નેકલેસ પહેરીને બર્થને કન્ટ્રોલ કરી શકશે.તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી આ કોન્ટ્રાસેપ્ટિવ જવેલરીમાં કોન્ટ્રાસેપ્ટિવ હોર્મોન પેચ લાગેલો હોય છે. આ જવેલરી પહેરવા પર આમાં લાગેલા કોન્ટ્રાસેપ્ટિવ હોર્મોન સ્કિન દ્વારા શરીરમાં અબ્ઝોર્વ તઈ જાય છે. આ રિપેોર્ટ કંટ્રોલ્ડ રિલીઝના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે, જવેલરીની શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે, કોન્ટ્રાસેપ્ટિવ જવેલરી મહિલાઓના શરીરમાં પર્યાપ્ત માત્રામાં કોન્ટ્રાસેપ્ટિવ હોર્મોન રિલીઝ કરે છે, જે બર્થ કન્ટ્રોલમાં કારગર સાબિત થઈ શકે છે. જોકે, માણસો પર હજુ આ જવેલરીની તપાસ કરવાનું બાકી છે. વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે, જવેલરી ફોર્મમાં કોન્ટ્રાસેપ્ટિવ સિવાય જવેલરીના માધ્યમથી સ્કિન દ્વારા કેટલીએ અન્ય બિમારીઓની સારવાર પણ કરી શકાશે.અમેરિકાના જોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના માર્ક પ્રુસ્નિટ્ઝે કહ્યું કે, ગર્ભનિરોધક જવેલરીમાં ટ્રાંસડર્મલ પેચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પહેલાથી જ સ્મોકિંગની લતને છોડાવવા, મેનોપોઝને રોકવા અને કેટલીએ અન્ય બિમારીઓનું સંચાલન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. પરંતુ હજુ સુધી આ પહેલા આ તકનીકને કયારે પણ જવેલરીના ફોર્મમાં તબદીલ નથી કરવામાં આવી.વૈજ્ઞાનિક ગર્ભનિરોધક જવેલરીને જાનવરો પર ટેસ્ટ કરી ચુકયા છે. ટેસ્ટ દરમ્યાન હોર્મોનલ પેચને ઈયરિંગની પાછળની તરફ લગાવવામાં આવી હતી. આ સાથે જ લેવોનોર્જેસ્ટ્રલ હોર્મોનનો પેચ વાળ વગરના ઉંદરની સ્કીન પર પણ લગાવવામાં આવ્યા.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ હોર્મોનલ પેચ ત્રણ પરતોની મદદથી બનાવવામાં આવ્યા છે. પહેલી પરતમાં ચિપકવાવાળો પદાર્થ લાગ્યો છે, જે ઈયરિંગ અથવા બીજી જવેલરી પર ચીપકી જાય છે. જોકે, હાલમાં આ જવેલરીને માણસો પર તપાસ કરવાની બાકી છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ઈયરિંગ અને ઘડીયાળના ફોર્મમાં કોન્ટ્રાસેપ્ટિવ હોર્મોનલ પેચ ઈચ્છા વગરની પ્રેગનન્સીને રોકવામાં સૌથી વધારે અસરદાર સાબિત થઈ શકે છે, કેમ કે, આ રીતે પેચનો ઉપયોગ કરવાથી આ સ્કિનની વધારે નજીક રહી શકે છે, જેથી વધારેમાં વધારે ડ્રગ્સ સ્કિનમાં પહોંચે છે.

(4:25 pm IST)