News of Tuesday, 12th February 2019
અહીંયા લગ્ન કરવા પર મળે છે વ્યાજ વગરની 25 લાખની લોન
નવી દિલ્હી:યુરોપીય દેશ હંગરી ઘટતી વસ્તી અને પ્રવાસીઓની વધતી સંખ્યાથી પરેશાન થતા ત્યાંની આબાદી વધારવા માટે પ્રધાનમંત્રી અનોખી નીતિ અપનાવી રહ્યા છે અને તેને એલાન કર્યું છે કે 40 વર્ષ સુધીની વયમાં મહિલાઓને પ્રથમવાર લગ્ન કરવા પર 25 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને એ પણ વ્યાજ વગરની અને ત્રીજું બાળક થતા વ્યાજ માફ કરી દેવામાં આવશે આવી નીતિનું તાજેતરમાંજ એલાન કરવામાં આવ્યું હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.
(6:23 pm IST)