દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

Cooking Tips ! વાંચો રસોઈ બનાવવાના માટે સરળ ઉપયો

જ્યારે કુકીંગ ટીપ્સની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે. કેમકે તે ટીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે.

ફટાફટ ટામેટાનું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટા અને મીઠું નાખી બાફવા મુકો. આ બફાઈ એટલે મિકસરમાં પીસી તેનું જ્યૂસ બનાવી લો. હવે આ જ્યૂસને આઈસ ટ્રેમાં નાખી તે જામી જાય એટલે જ્યૂસથી બનેલ આઈસ ટુકડાને કોઈ પ્લાસ્ટીકના કબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખી મુકો. હવે આ જ્યૂસનો ઉપયોગ તમારે જલ્દીથી સૂપ બનાવવું હોય ત્યારે કરી શકો છો.

બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઈ જાય છે. આના માટે એક સ્વચ્છ કપડામાં નાખી બે સીટી વગાડવી. આમ કરવાથી લોટ વાસી નહિં એકદમ સ્વચ્છ અને ફ્રેશ થઈ જશે. આ લોટની તમે ગમે ત્યારે રોટલી બનાવી શકો છો.

કોઈપણ વાનગી બનાવતા સમયે તે જ્યારે બનતી હોય ત્યારે ખટાશ વાળી વસ્તુઓ ન નાખવી. અને પહેલા  નાખવાથી ભોજન ને કુક થવામાં વધારે સમય લાગશે. તેથી જ્યારે એમ લાગે કે ભોજન કુક થવા આવ્યું છે ત્યારે જ ખટાશ યુકત સામગ્રી તેમાં એડ કરવી.

તમારા રસોઈડામાં હંમેશા ૫ થી ૭ બાફેલા બટાટા રાખો. આનાથી તમે જ્યારે ઈચ્છો ત્યારે બટાટા વાળી હલકી-ફૂલકી વાનગી બનાવી શકો છો.

 

(9:18 am IST)