દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

દરેક માતા-પિતા એ પોતાના બાળકને તંદુરસ્ત રાખવા માટે આ બાબત શીખવવી જોઈએ

માતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણથી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક હંમેશા તંદુરસ્ત રહે. પોતાના બાળકનું જતન કરવા માટે તેઓ દરરોજ અવનવા નુસ્ખા અપનાવતા હોય છે.

બાળકો ને ટેસ્ટી જમવાનું ખુબ જ પસંદ હોય છે. તેમાં પણ જો સ્વાસ્થ્ય વર્ધક સમતોલ આહારનો સમાવેશ કરવામાં આવે તો બાળકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહે છે. તેને સવારનો નાસ્તો કરવવાનો કદી ભૂલશો નહિં. ફળો અને શાકભાજી તેમજ તેની મનપસંદવાનગી ને અવનવી રીતે મસાલેદાર બનાવી ને ખવડાવવાથી તેને પુરતું પોષણ મળે છે.

બાળક સ્વભાવે રમતિયાળ હોય છે. તેથી તેની મનપસંદ રમત રમાડવાની હેબીટ પડાવો. બાળકની મનપસંદ રમત જેમ કે ક્રિકેટ, સ્વીમીંગ, કારટે, જીમનાસ્ટીક જેવી રમતોમાં તેને પ્રોત્સાહન આપો. આનાથી તમારૂ બાળક ફિઝીકલ રીતે આપો આપ ફીટ રહેશે.

બાળકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે ખુબ જરૂરી છે તેથી તેને દિવસમાં જેમ બને તેમ વધુ પાણી પીવડાવો. પાણીથી બાળકના શરીરની કેલેરી જળવાઈ રહે છે.

બાળકના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ નો પણ જરૂરી છે. વિકાસ થાય તે માટે તેને પઝલ, વાંચન, ઉખાણા વગેરે શીખવાડો જે તેનો માનસિક વિકાસ કરવામાં મદદરૂપ થશે.

અપૂરતી તેમજ વધારે સુઈ રહેવાની ટેવ બાળકની તંદુરસ્તીમાં વિક્ષેપ કરે છે. તેથી નિયમિત અને જરૂરી ઊંધ બાળકને મળી રહે તેની કાળજી રાખી તેની હેબીટ પડાવવી જોઈએ.

શારીરિક અને માનસિક વિકાસ બન્ને રીતે પોતાનું બાળક તંદુરસ્ત અને મિલનસાર થાય તે માટે તેના ફ્રેન્ડ સર્કલમાં સાથ-સહકારઆપવો, વાતચીત કરવી વગેરેમાં તેને વધુ રસ પડે તેની કાળજી રાખો. જો આવી નાની-નાની બાબત પણ જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારૂ બાળક હંમેશા ફીટ, તંદુરસ્ત અને હેલ્ધી રહેશે.

(9:17 am IST)