News of Saturday, 12th January 2019
નાબાલિક સાથે દુષ્કર્મ આચરનાર ભારતીય મૂળના શખ્સને અદાલતે 13 વર્ષની સજાની સુનવણી કરી
નવી દિલ્હી: સિંગાપોરમાં ભારતીય મૂળના 31વર્ષીય એક વ્યક્તિને નાબાલિક સાથે દુષ્કર્મ આચરવાની ઘટનામાં અદાલતે 13 વર્ષની સજાની સુનવણી કરીને અને દંડ પણ ફટકાર્યો છે. સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મીની માર્ટમાં કામ કરનાર ઉદયકુમાર દક્ષિણમૂર્તિએ 12 વર્ષીય એક નાબાલિક સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચરતા અદાલતે તેને 13 વર્ષની સજાની સુનવણી કરી હોવાની માહિતી મળી રહી છે આ શખ્સે બાળકીના ભોળપણનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય કર્યું હતું.
(6:27 pm IST)