દેશ-વિદેશ
News of Saturday, 12th January 2019

શરીરની ચરબી મગજને અસર કરે છેઃ નવું રીસર્ચ

રાજકોટ, તા.૧૧: શરીરમાં રહેલી ચરબી શારિરીક તંદુરસ્તીને કેટલાય પ્રકારે નુકસાન કરે છે. જેમાં હૃદયરોય, ટાઇપ-૨ ડાયાબીટીસ અને શ્વસનતંત્રના રોગ વધવાનું જોખમ પણ રાખેલ છે. છેલ્લામાં છેલ્લા અભ્યાસના તારણ અનુસાર ચરબીને શરીરના મધ્યભાગ ઉપરાંત મગજ સાથે પણ નાતો છે.

ન્યુરોલોજીમાં પ્રકાશીત થયેલા અભ્યાસમાં રીસર્ચરોએ ૫૦૦૦૦૦ વોલન્ટી પશે ધરાવતી યુકેની બાયો બેન્ક કે જેમાં આ વોલન્ટીયરો પોતાની દાકતરી તપાસની માહીતી સમયે સમયે અપડેટ કરાવે છે. તેમાંથી ૧૦૦૦૦ લોકોના મગજની ઇમેજનું વિશ્લેષણ કર્યુ હતું. અભ્યાસમાં રીસર્ચરોએ ૨૦૦૬થી ૨૦૧૦ દરમ્યાન તેમના બોડીમાસ ઇન્ડેક્ષ(બીએમઆઇ)અને વેઇસ્ટ ટુ હીપ રેશીયોની સરખામણી કરી હતી.

રીસર્ચરોને જાણવા મળ્યું કે ઉંચો બીએમ આઇ અને વેસ્ટ ટુ હીપ રેશીયો ધરાવતા લોકોમાં ઓછા રેશીયા વાળા લોકોની સરખામણીએ મગજમાં ગ્રે મેટર વોલ્યુમ ઓછું જોવા મળ્યું હતું. રીસર્ચરોએ બ્રેઇન વોલ્યુમને અસર કરતા પરિબળો જેવા કે ઉમર, ધુમ્રપાન, અભ્યાસ શારિરીક એકટીવીટી અને માનસિક બિમારીને ગણત્રીમાં લેવા છતા પણ આ કનેકશન જેમનું તેમ રહ્યું હતું. 

અભ્યાસના મુખ્ય લેખક અને ઇંગ્લેન્ડની લોઘબોરોે યુનિવર્સીટીના એકસર સાઇઝ મેડીસીનના પ્રોફેસર માર્ક હેમરનું કહેવું છે કે આ અભ્યાસનો મુખ્ય સંદેશ એ છે કે વધુ વજનઅને જાડીયા પણું શારિરક તદુંરસ્તીની સાથે સાથે મગજની તંદુરસ્તીને પણ અસર કરે છે. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:45 pm IST)