દેશ-વિદેશ
News of Saturday, 12th January 2019

મેકસીકો-યુએસએ બોર્ડર ઉપર ડ્રગ-ગેંગ વોરઃ બેફામ ફાયરીંગ ૨૧-૨૧ લોથ ઢળી

મેકિસકન સત્ત્।ાવાળાઓએ આજે કહ્યું હતું કે અમેરિકા અને મેકિસકોની સરહદે ડ્રગની હેરાફેરી કરતી બે ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ૨૧ લોકોના મોત થયા હતા. ટેકસાસના મેકએલાનથી ૨૭૦ કિમી દૂર આવેલા મિગ્યુઅલ અલેમન શહેરનામના સરહદી શહેરમાં આ મુત્યદેહ મળી આવ્યા હતા જેમાં કેટલાકને તો બાળી નાંખ્યા હતા. 'અમને સમાચાર મળ્યા હતા કે ગઇ કાલે ડ્રગની હેરફેર કરનાર બે ટોળકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સામસામે કરાયેલી ગોળીબારમાં ૨૧ જણા માર્યા ગયા હતા'એમ તમાઓલિપાસના પ્રવકતાએ કહ્યું હતું. (૪૦.૫)

 

(3:45 pm IST)