દેશ-વિદેશ
News of Saturday, 12th January 2019

ચીનની વસ્તી 2029માં 1.44 અબજે પહોંચશે: 2030 બાદ ઘટાડો થશે :2065માં ઘટીને 1.25 અબજ થઇ જશે

નકારાત્મક વસ્તી વધારો 2027થી શરૂ થશે કુલ 1.17 અબજની વસ્તી હશે જે 1990માં જેટલી વસ્તી હતી એટલી જ રહેશે

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં 2029માં વસ્તી 1.44 અબજની ટોચની સિમાએ પહોંચ્યા બાદ  2030 પછી સતત ઘટવાની શરૂ થશે, એમ ચીનની એક અગ્રણી થીંકટેંકે કહ્યું હતું. વર્ષ 2050માં દેશની વસ્તી ઘટીને 1.36 અબજ અને 2065માં ઘટીને 1.25 અબજ થઇ જશે, એમ ચાઇનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સીસએ પોતાના અહેવાલમાં કહ્યું હતું. અહેવાલમાં એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો આખા જીવનમાં મહિલાની કેટલા બાળકો પેદા કરવાની ક્ષમતા 1.6 જ રહેશે.

   નકારાત્મક વસ્તી વધારો 2027થી શરૂ થશે જેમાં કુલ 1.17 અબજની વસ્તી હશે એટલે કે 1990માં જેટલી વસ્તી હતી એટલી જ રહેશે.વિશ્વ બેંકે અંદાજ કાઢ્યો હતો કે 1996 પછી ચીનમાં ફળદ્રપ્તા દર 1.6 કરતાં પણ ઓછો હતો, જે 2013માં વધીને 1.6 અને 2016માં 1.62 થયો હતો.અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે જો ચીન વસ્તી વૃધ્ધિનો આ દર જાળવી રાખશે તો ફળદ્રપ્તાના દર સરખામણીમાં સલામત સ્તરે પરત ફરશે

   ચીનના વસ્તીના નિષ્ણાતોએ કહ્યું હતું કે ગયા વર્ષે નવા બાળકોના જન્મમાં 20 લાખનો ઘટાડો થતાં અને હજુ પણ ઘટાડો ચાલુ રહેવાની શક્યતાના કારણે ચીનની ત્રણ વર્ષ સુધીના બે બાળકોની પોલીસી નવા જન્મ દર પ્રભાવ પાડવા નિષ્ફળ રહી હતી. ચીનના વસ્તી ગણતરીના નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં સંપૂર્ણ પણે બે બાળકોની પોલીસી પર અમલ કરાયો પછી પણ 2018માં નવા જન્મેલા બાળકોની સંખ્યામાં 20 લાખ કરતાં વધુ ઘટાડો થયો હતો.

  જો કે હજુ સુધી દેશમાં નવા જન્મેલા બાળકોના આંકડા જાહેર કરાયા નથી, પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગમાંથી મળેલા આંકડાઓ બતાવે છે કે 2018માં તાજા જન્મેલા બાળકોની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછા15 ટકાનો ઘટાડો થયો હતો'એમ ચીનની વસ્તી પોલીસીની અસરના એક નિષ્ણાંત હી આફુએ કહ્યું હતું.

(1:38 pm IST)