દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

આઈફોન-4 ખરીદવા માટે આ યુવકે આટલું મોટું જોખમ ઉઠાવ્યું

નવી દિલ્હી: આજકાલ લોકો દેખાડો કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે  છે અને અત્યારની  પેઢી દેખાડો કરવામાં જિંદગી દાવ પર લગાવી દેય  છે.ચીનમાં એક યુવકે  શાળામાં પોતાના દોસ્તો વચ્ચે પોતાની અલગ ઇમેજ બનાવવા માટે આઈફોન ખરીદવાનું  નક્કી કર્યું હતું ફોન લેવા માટે તેને પોતાની કિડની વેચી દીધી હતી પરંતુ કિડની નીકળી ગયા પછી તેની બીજી કિડની ફેલ થઇ જતા અત્યારે તે સારવાર અર્થે છે અને ડાયાલીસીસ કરવાની નોબત આવી ગઈ છે  એક આઈફોન લેવાના ચક્કરમાં યુવકે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી છે.

 

(5:56 pm IST)