દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

શિયાળાની ઋતુનું લોકપ્રિય શાક : કોબી અને ફુલાવર

કોબી શિયાળુ શાકોમાં ઘણું લોકપ્રિય શાક છે. પ્રાચીન કાળમાં ગ્રીકો અને રોમનાં લોકો કોબીનો ઉપયોગ કરતા હતા. એટલે કોબી જૂનામાં જૂનાં શાકભાજીઓમાંનું એક છે.

ભારતમાં કોબી સવૂત્ર થાય છે. ભારદવાથી કારતક માસ સુધીમાં તેના બીનું સરૂ કરીને શિયાળુ પાક તરીકે તેનું વાવેતર કરાય છે.

કોબી, ફુલાવર અને કંદ-કોબી(નોલકોલ) એવી કબીની ત્રણ જાત છે. ચીનની મૂળવતની એક જાત 'ચાઈનીઝ કોબી' કહે છે.

કોબીના પોચા દડા કરતાં કઠણ દડા સારા ગણાય છે. કોબીનું બાફીને રસાદાર શાક થાય છે તેમજ પાણી નાખ્યા સિવાયનું સૂકું શાક પણ  બનાવાય છે. કાચી કોબીનું કચુંબર થાય છે. તેની ભાજી શ્રષ્ઠ ટોનિક છે.

કોબી શિયાળામાં સારી હોય છે. ઉનાળો બેસતાં તેમાં જીવાત પડવા લાગે છે. એટલે ઉનાળામાં કોબી સંભાળપૂર્વક વાપરવી જોઈએ. ઘણી વાર ફુલાવરને પણ જીવાત લાગેલી હોય છે. એટલે સ્વચ્છ, જંતુરહિત અને તાજું ફુલાવર વાપરવું જોઈએ. કોબી-ફુલાવરનું શાક ગરમમસાલા સાથે તેલમાં વધારે બનાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે કોબી, ફુલાવર અને નોલકોલમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેઈશ્યિમ છે. તેમાંથી વિટામિન-એ, બી અને સી તેમજ થોડા પ્રમાણમાં ત્રાબું, આયોડીન અને પોટેશિયમ મળે છે. કોબી કરતા ફુલાવરમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે.

 

(10:00 am IST)