દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

આ રિતે કરો સોનાના જૂનાં દાગીનાની સફાઈ

જૂનાં દાગીનાની સફાઈ

પોતાના લગ્રમાં પહેરવામાં આવેલા દાગીના કોઈ પણ સ્ત્રી માટે આજીવન કીમતી રહે છે. હમેશાં તેને સાચવીને રાખવા માગે છે. તેમાં પણ સોનાના દાગીનાનું ખાસ મહત્ત્વ હોય છે. લગ્ર હોય તે ઘરમાં નવા દાગીનાની તો ખરદી થાય જ છે, પણ તિજોરીમાં મૂકેલા જૂના દાગીના પણ બહાર નીકળે છે. તેઓ આ જૂના દાગીનાનો સાફ કરીને ફરી ઉપયોગ કરે છે, તો કેટલાક તેને ગાળીને નવા દાગીના બનાવડાવે છે. આવો જાણીએ, સોનાના દાગીના સાફ કરવાના ઉપાયો...

સરળતાથી ધોઈ શકાય છે

એક વાટકામાં બે કપ ગરમ પાણી લો. તેમાં થોડું વાસણ ધોવાનું લિકિવડ નાખો. સોનાના દાગીનાનો ૧૫ મિનિટ માટે તે પાણીમાં મૂકી રાખો. ત્યાર બાદ કોઈ જૂના ટૂથક્રશથી દાગીનામાં જામેલી ગંદકીને સાફ કરી લો. ત્યાર બાદ વહેતા પાણીમાં દાગીના ધોઈ લો.

એમોનિયાની સફાઈ

કયારેક કયારેક તેના ડીપ કલીનિંગ માટે અમોનિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. અમોનિયા અને પાણીને ૧:૬ના અનુપાતમાં લો. તેમાં સોનાના દાગીનાને એક મિનિટ માટે પલાળી લો.  પછી હાથ થી રગડી તેને વહેતા પાણીમાં ધુઓ. ત્યાર બાદ સાફ કપડાંથી કરો સાફ.

ઙ્ગસ્ટોન્સવાળાં દાગીનાની સફાઈ

જો તમારા દાગીનામાં સોનાની સાથે સ્ટોન્સ પણ લાગેલા હોય તો તેને ઉપર ડિશવોશિંગ લિકિવડમાં પૂરેપૂરા ન ડૂબાડશો. તેને બદલે એક કપડાંને લિકિવડમાં પલાળી તેનાથી દાગીનાની સફાઈ કરો.

ટૂથબ્રશથી કરો દાગીનાની સફાઈ

સોનાના દાગીના સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. જેના માટે સોનાના દાગીનાને નવશેકા ગરમ પાણીમાં પલાળીને રાખો અને તેને ટૂથબ્રશની મદદથી ધીમે-ધીમે સાફ કરો. તેનાથી દાગીના બિલકુલ નાવ જ થઈ જશે.

મૂકવામાં સાવધાની

એક વાર દાગીનાની સફાઈ કરી લીધા બાદ તેને સારી રીતે મૂકવા પણ એક મોટો સ્ટેપ છે. ધ્યાન રાખો કે પાછા તિજોરીમાં મૂકતાં પહેલાં તે બરાબર કોરા થયા હોવા જોઈએ. દરેક દાગીનાને એક સોફટ ટિસ્યૂમાં લપેટીને મૂકો. તેનાથી સ્ક્રેચ પડવાનું જોખમ ઓછું રહે છે.

(10:00 am IST)