દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

અમેરિકામાં ભારતીય માલિકીના ૧૦૦ જેટલા સેવન-ઇલેવન સ્‍ટોર્સમાં ઇમિગ્રેશન વિભાગના દરોડા : ર૧ થી વધુ લોકોની ધરપકડ

ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતાં

વોશિંગ્‍ટન : અમેરિકામાં ભારતીયોની માલિકીના ૧૦૦ જેટલાસેવન-ઇલેવનસ્ટોર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ દરોડા દરમિયાન ૨૧થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે દરોડા પાડવામાં આવ્યા હતાં. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ સહિત ૧૮ રાજ્યોમાં દરોડા પાડીને ૨૧ લોકોની ધરપકડ કરી હતી. અમેરિકામાં મોટા ભાગના સેવન-ઇલેવન સ્ટોર્સની માલિકી ભારતીય મૂળના અમેરિકનોની છે.

આઇસીઇના ડેપ્યુટી ડાયરેક્ટર અને વરિષ્ઠ અધિકારી થોમસ ડી હોમને જણાવ્યું છે કે કાર્યવાહી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા લોકોને નોકરી પર રાખનારી કંપનીઓ માટે ચેતવણીરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વસતા લોકોને જો નોકરી પર રાખવામાં આવે તો સમસ્યા દૂર થઇ શકે છે.

જો કે આઇસીઇ દ્વારા કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. ધરપકડ કરાયેલા ૨૧ લોકો સામે હવે દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સેવન-ઇલેવનના ૮૬૦૦ સ્ટોર્સ આવેલા છે.

(10:29 pm IST)