દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

લ્યો બોલો.. મોઢામાં પણ પથરી!!

કિડની, ગાલબ્લેડર અને પૈîક્રિયાઝમાં પથરી થાય એ વાત તો સાંભળી હશે. પરંતુ, મોઢામાં પણ પથરી થાય છે એ વાત સાંભળીને તમને નવાઈ લાગશે. જે ધીરે-ધીરે ઘાતક બનતી જાય છે. જાકે, મોઢામાં પથરી બોવ નાની હોય છે. હાલમાં  જ એક પ્લાસ્ટીક સર્જન સહિત બે દર્દીઓનું ઓપરેશન કરી મોઢામાંથી પથરી કાઢવામાં આવી હતી.

૫૦ હજાર લોકોમાં કોઈ એક દર્દીને આ બીમારી થાય છે. આ બીમારીના કારણો બહાર આવ્યા નથી. પરંતુ, એવી જાણકારી છે કે, ઓછુ પાણી પીવાના કારણે અને ઓછુ ચાવીને ખાવાથી આ બીમારી થાય છે. બીમારીની જાણકારી એક્સ રે અને સીટી સ્કેનથી મળે છે.

ડૉ.આર.એન. યાદવના જણાવ્યા અનુસાર, પથરી લાળગ્રંથિની અંદર કે જીભની આસપાસ થઈ શકે છે. જીભના રસ્તામાં પથરી હોય તો ઓપરેશન કરી કાઢી શકાય છે. પરંતુ, ગ્રંથિની અંદર પથરી હોય અને તેનું કદ ૬ મિલીમીટરથી વધારે હોય તો ઓપરેશન કરી લાળગ્રંથિને જ કાઢવી પડે છે.

કેન્સર થવાની શક્યતા

કાનની નીચે પેરોટીક ગ્રંથિ અને જડબાની નીચે સબમેîડુલર ગ્રંથિ આવેલ હોય છે. આ ગ્રંથિઓમાં કેલ્શિયમ ફાસ્ફેટ અને બીજા પદાર્થ જમા થવા લાગે છે. અને તેનાથી પથરી બનવા લાગે છે. પથરીનું કદ મોટુ થતા ગ્રંથિમાંથી લાળનો પ્રવાહ બંધ થઈ જાય છે.

પથરીના કારણે મોઢામાં લાળ ગ્રંથિમાં સોજા આવી જાય છે. તેનાથી કાન અને જડબામાં દુઃખાવો થવા લાગે છે. અને ભોજન લેતી પણ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવાર-સાંજ ખોરાક લીધા બાદ ગળા, જડબા અને કાનની આસપાસ અમુક કલાકો સુધી સોજા આવી જાય છે. તેના કારણે કેન્સર થવાની શક્યતા પણ રહે છે.

નકારાત્મક અસર

મોઢામાં પથરી થવાના કારણે દર્દીના મગજમાં તેની નકારાત્મક અસર થાય છે. સારવાર થઈ ગયા પછી પણ દર્દીના મગજમાંથી એ વાત નીકળતી જ નથી કે તે ઘણા દિવસો સુધી ભોજન દરમિયાન દર્દ અનુભવતો હતો. આને મીલ ટાઈમ સિંડ્રોમ પણ કહે છે.

(1:49 pm IST)