દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

પાકિસ્તાનમાં ન્યુઝરીડરે દીકરીને ખોળામાં બેસાડીને ન્યુઝ વાંચ્યા

કરાંચી, તા. ૧૨ :. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા ગુરૂવારે આઠ વર્ષની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી. આ બાળકીને કોઈ માણસ લઈને જઈ રહ્યો છે એવો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ બન્યો. મંગળવારે રાત્રે આ બાળકીની ડેડ બોડી કચરાના એક ડબ્બામાંથી મળી. તેની હત્યા ચાર પાંચ દિવસ પહેલા થઈ હોવાનુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ ઘટનાથી દેશમાં ચકચાર મચી ત્યારે સમાચાર ચેનલની એક ન્યુઝરીડર કિરણ નાઝ સ્ટુડીયોમાં તેની નાની દીકરીને લઈને આવી અને તેને ગોદમાં રાખીને સમાચાર પ્રેઝન્ટ કર્યા. બાળકી પર રેપ અને હત્યાની ઘટનાનો વિરોધ કરતા તેણે કહ્યુ કે 'આજે હું કિરણ નાઝ નથી પણ એક મા છું.  એક માસુમ બાળકી પર રેપ થયો અને તેની  હત્યા થઈ છે. આ ઘટના આક્રોશમય છે. એક માસુમનો જનાજો નથી નીકળ્યો પણ ઈન્સાનીયતનો  જનાજો નિકળ્યો છે.'

(1:50 pm IST)