દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

પ૧ વર્ષીય શખ્સએ ૯ કલાકમાં ૧ર૭ કિલોમીટર સાઇકલીંગ કરી લંડનના નકશા પર બનાવ્યું હરણ

બ્રિટીશ શખ્સ એન્થની હોયટેએ લંડન શહેરમાં ૯ કલાક સાઇકલીંગ કરી પોતાનુ ફિટનેસ ટ્રેકર પર હરણનો આકાર તૈયાર કર્યો.

પ૧ વર્ષીય એન્થનીએ ૧ર૭ કિલોમીટર લાંબી રાઇડની શરૂઆત પશ્ચિમ લંડનના હેમરસ્મિથથી કરી હતી અને તેને પુરી યુસ્ટનમા કરી હતી. હોયટેએ પહેલી વાર ર૦૧૭ માં સાઇકલિંગ દ્વારા મેપ પર એક સ્નોસેમ બનાવ્યો હતો.

(10:03 pm IST)