દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

૭૩ વર્ષનાં માજી ઇંગ્લેન્ડથી દોડતાં નીકળ્યાં છે નેપાલ જવા માટે

લંડન,તા.૧૧: બ્રિટનનાં રોઝી સ્વેલ પોપ નામનાં ૭૩  વર્ષનાં એવર એનજેટિક લેડીએ ઇંગ્લેન્ડથી  નેપાલની સફર દોડીને પાર કરવાનું બીડું  ઝડપ્યું છે. ભૂકંપ પીડિતો માટે ચેરિટી ભંડોળ  એકત્ર કરવા માટે તેમણે આ સાહસ ખેડ્યું  છે. બહેન રનિંગના જબરા શોખીન છે અને  તેમણે પોતે દોડવાની સાથે દુનિયાની દોડતી  કરવાનું 'રન રોઝી રન' નામનું કેમ્પેઇન  ૨૦૧૮માં વહેતું કયું હતું. આ પ્રોજેકટ  અંતગત રોઝીએ બ્રિટનના બ્રિદ્યટનથી ૨ નેપાલના કાઠમંડુ સુધીની ૬૦૦૦ માઇલ  એટલે કે આશરે ૯૬૫૬ કિલોમીટરની સફર દોડીને પાર કરવાનું નક્કી કર્યું હતું. અત્યાર સુધીમાં બહેને ૧૨ દેશો પાર કરી લીધા છે.

મોટી વયને કારણે રોઝી બહુ લાંબુ દોડી નથી શકતાં પણ તેમણે રોજનું વીસ કિલોમીટરનું  રનિંગ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. રોઝીનું કહેવું છે કે રોજ રાતે તેને કયાં સૂવા મળશેએની ખબર નથી હોતી. કયારેક તે મેદાનમાં સૂઈ જાય છે તો કયારેક શહેરની ગલીઓમાં સવારે ઊઠીને તે દોડવાનું શરૂ કરી દે છે અને રોજ નવા લોકોને મળે છે જેને તે બીજી વાર કદી મળી શકવાનાં નથી. એકલાં દોડવાનું અને ગમે ત્યાં રોકાણ કરી લેવાનું હોવાથી તેણે પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજો એક ટ્રાઙ્ખલીમાં ભરી છે. આ ટ્રોલીને તે પોતાની સાથે ખેંચીને જ બધે  જાય છે. દિવસ દરમ્યાન તે જયાં જાય ત્યાંના લોકો સાથે વાતો કરે છે, દોસ્તો બનાવે છે અને સુરજ ઓછો તપેલો હોય ત્યારે રનિંગ કરીને સ્થળાંતર કરે છે. રોઝીએ ૨૦૦૪માં પણ લાંબો રનિંગ પ્રોજેકટ હાથ ધર્યો હતો. ૨૦૧૫માં તે આખા અમેરિકામાં પણ દોડી  આવ્યાં હતાં. સ્વર્ગીય પતિ સન્માન સન્માનમાં ન્યુ યોર્કથી સૈન ફાન્સિસ્કો સુધી  પણ તેઓ દોડયાં હતાં.

(3:27 pm IST)