દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

આ રશિયન વર્લ્ડ ચેમ્પિયન બોડી-બિલ્ડરનાં બાવડા તેના પતિ કરતાં મોટા છે

રશિયા,તા.૧૧: રશિયાના ચિતા શહેરમાં રહેતી ૨૮ વર્ષની પાવરલિફ્ટર નતાલિયા કુઝનેત્સોવા ટીનેજમાં પ્રવેશી ત્યારથી ફિગરને નમણું નહીં, પણ કસાયેલું બનાવવામાં લાગેલી. ૧૪ વર્ષની વવે તે જિમ્નેશ્યમમાં જવા માંડી અને ૧૫ વર્ષની વયે તો તે સ્થાનિક બોડી-બિલિંગ સ્પર્ધામાં જીતી પણ હતી. તે ૨૦૧૪માં જિમ્નેસ્ટિકસમાં આર્મ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તેનું જીવન બોડી-બિલિંગને સમર્પિત છે, જયારે તેનો પતિ બીજા ક્ષેત્રનો છે. સામાન્ય રીતે જુદા-જુદા ક્ષેત્રનાં બે પાત્રો લગ્ન કરે તો એમાં  બન્ને પાત્રોના સ્ટેટસની સરખામણી શરૂ  થાય છે. સગાંસંબંધી ચર્ચા કરે એ પહેલાં એ  બન્નેના અહંના પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ  નતાલ્યાએ પહેલેથી એ મુદયાને બિનમહત્ત્વપૃણ બનાવી દેતાં જાહેરાત કરી હતી કે મારા પતિનાં બાવડાંના મસલ્સ મારા મસલ્સ કરતાં ઓછા ઊપસેલા હશે તો ચાલશે, કારણ કે લગ્નજીવન પરસ્પર પ્રેમ, હૂંફ અને આધાર આપવાનો સંબંધ છે. હકીકતમાં તેનો પતિ ભરાવદાર છે, પણ નતાલિયા જેવો મસલપાવર નથી ધરાવતો. જોકે એનો તેને કોઈ અફસોસ નથી.

(3:27 pm IST)