દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

જિરાફની ડોક તૂટી ગયેલી છે કે ગરદન આવી જ છે?

કેન્યામાં ગયા મહિને કેટલાક કન્ઝર્વેશનલિસ્ટ્સને જંગલમાં ફરતું એક જિરાફ જોવા મળ્યું. આમેય જિરાફની ગરદન એટલી લાંબી હોય છે કે એ દૂરથી પણ કોઈનેય દેખાઈ આવે. ફિલિપ બ્રિગ્સ નામના કન્ઝર્વેશનલિસ્ટે જોયું હતું કે એક જિરાફ બહારથી હેલી લાગે છે પણ એની ગરદન પર ઈજા થઈ હોય એવું છે. ઈજાને કારણે તેની ગરદન વંકાઈ ગઈ છે. કોઈક જંગલી પ્રાણી સાથેની ઝપાઝપીમાં તેને આ ઈન્જરી થઈ હશે એવું મનાય છે. જોકે એ પછી તે જેટલી સ્વસ્થતા સાથે ફરે છે એ જોઈને વન્ય પ્રાણીનિષ્ણાતોને નવાઈ લાગી રહી છે. શું જિરાફને ગરદનમાં પીડા થતી હશે?

(3:26 pm IST)