દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

ચાલુ વોશિંગ મશીનમાં ૨૦ મિનિટ ફસાયેલી આ બિલાડીને બચાવાઇ

લંડન,તા.૧૧: ઇંગ્લેન્ડના લિવરપુલમાં બાવીસ વર્ષની કટની ડુરીએ વોશિંગ મશીનમાં કપડાં નાખીને એ ચાલુ કર્યું ત્યારે બિલાડીનું ત્રણ મહિનાનું બચ્ચું અંદર કૂદી પડ્યું હતું એનો તેને ખ્યાલ જ નહોતો. વોશિંગ મશીન ચાલુ કર્યાની છેક ૨૦ મિનિટ પછી કર્ટનીને મિયાંઉનો હળવો અવાજ આવ્યો હતો. એ સાંભળીને તે બદ્યવાઈ ગઈ. તરત જ તેણે મશીનનો સાઇડનો દરવાજો ખોલી નાખ્યો ત્યારે અંદરથી પેલું બિલાડીનું બચ્યું બહાર આવીને પડ્યું. જોકે એ વખતે તે ભાનમાં નહોતું. કર્ટનીએ તાત્કાલિક એનો શ્વાસોચ્છ્વાસ અને હૃદયના ધબકારા શરૂ કરવાના પ્રયત્નરૂપે કાર્ડિયોપલ્મોનરી રિસસીટેશન (સીપીઆર)ની પ્રક્રિયા શરૂ કરી હતી. નવાઈની વાત એ છે કે એ પછી બિલ્લીના બચ્ચાને હોશ આવી ગયા. કર્ટની માટે આ ચમત્કાર જેવી દ્યટના હતી, કારણ કે વોશિંગ મશીન ખોવ્યું ત્યારે તે આદ્યાત પામી ગયેલી અને બિલાડીનું બચ્ચું બચશે એવી કોઈ આશા નહોતી, હવે કર્ટનીએ વોશિંગ મશીન પાસે સૂચના લખી છે કે 'મશીન સ્વિચ-ઓન કરતાં પહેલાં એમાં બિલાડી છે કે નહીં એની તપાસ કરજો.'

(3:26 pm IST)