દેશ-વિદેશ
News of Wednesday, 11th December 2019

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા !

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદની સાથે-સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે.

આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે બતાવી રહ્યા છીએ.

૧. ગોળ મેગ્નેશિયમનું સારૂ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રકત વાહિનીઓને રાહત મળે છે.

૨. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

૩. ગોળ અનીમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારી હોય છે. તેને આયનનું પણ સારૂ સ્ત્રોત માનવામાં આવે છે. આ સાથે જ તે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

૪. પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે. પેટમાં ગેસ અને પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યા પણ ગોળ ખાવાથી દૂર થાય છે.

૫. શિયાળામાં ગોળ શરદી-તાવમાંથી રાહત અપાવે છે.

૬. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે. જે સારા સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

૭. ગોળ ગળા અને ફેફડાના ઈંન્ફેકશનને દૂર કરવામાં પણ મદદરૂપ હોય છે.

૮. ત્વચા માટે ગોળ ખૂબ ફાયદાકારક હોય છે. ગોળ લોહિ માંથી ખરાબ ટૉકિસન ઘ્ુર કરે છે, જેથી ત્વચા ચમકે છે અને ખીલની સમસ્યા દૂર થાય છે.

૯. ગોળનું સેવન જુકામ અને કફથી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ નથી ખાવા માંગતા, તો ચા અથવા લાડુમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

(10:08 am IST)