દેશ-વિદેશ
News of Thursday, 11th November 2021

ફ્રાન્સમાં કોરોના મહામારીની આ પાંચમી લહેર આવવાની મળી રહી છે જાણકારી

નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વખત ગંભીર રૂપ લેતું નજરે પડી રહ્યું છે. ફ્રાંસમાં કોરોના મહામારીની આ પાંચમી લહેર આવવાની જાણકારી મળી રહી છે. જાણકારોનું કહેવું છે કે ફ્રાન્સમાં આ લહેર પહેલાથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે કોરોના વાયરસ મહામારી અત્યાર સુધી ખતમ થઈ નથી. કોઈક ને કોઈક દેશમાં તે પોતાનો કેર વર્તાવી રહી છે. ફ્રાન્સમાં કોરોના વાયરસની પાંચમી લહેરની શરૂઆત થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે એ પહેલા અમારા પાડોશી દેશોમાં પણ પાંચમી લહેર આવી ચૂકી છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને ફ્રાન્સની મીડિયા સંસ્થા TFને કહ્યું કે આપણને દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત જેવી સ્થિતિ દેખાઈ રહી છે. આપણાં પાડોશી દેશોમાં આ લહેર પહેલા જ આવી ચૂકી છે. પાડોશી દેશોના ડેટાને જોતા લાગી રહ્યું છે કે પાછલી લહેરોની તુલનામાં વધારે ગંભીર થઈ શકે છે. ઓલિવિયર વેરને કહ્યું કે અમે લોકોએ અપીલ કરી રહ્યા છીએ કે તેઓ કોવિડ પ્રોટોકૉલનું પાલન કરે.

 

(5:38 pm IST)