દેશ-વિદેશ
News of Wednesday, 11th November 2020

દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ 50 લોકોને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: દક્ષિણ આફ્રીકાના દેશ મોઝામ્બિકમાં ઈસ્લામિક સ્ટેટના આતંકી (ISIS terrorists) ઓએ 50 લોકોના માથા વાઢી નાખ્યા છે. ગામના એક ફૂટબોલ મેદાનમાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. એટલુંજ નહિ મૃતકોના બોડીના નાના નાના ટુકડા કરીને જંગલોમાં ફેંકી દીધા.

      આ ઘટના મોઝામ્બિકના કેબો ડેલગાડો રાજ્યના નાઝંબા ગામમાં ઘટી છે. 2017થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકીઓએ હજારો લોકોની હત્યા કરી નાખી છે. સીરિયાથી ભાગી આવેલા આતંકીઓ હવે અહીં કેર વર્તાવી રહ્યા છે. આતંકીઓના ડરથી લગભગ સાડા ચાર લાખ લોકો રાજ્ય છોડીને અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે. આતંકીઓએ આફ્રિકી દેશ મોઝામ્બિકના એક શહેરને પોતાની નવી રાજધાની જાહેર કરી છે. અહીં આવક ભેગી કરવા માટે ક્રુડ ઓઈલના ભંડારો પર કબજો જમાવી રહ્યા છે.

(5:49 pm IST)