દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

યૂએસમા ૮ વર્ષના વિદ્યાર્થીને કલાસમાં પેશાબ કરાવવા માં આવીઃ પહેરાવી કચરાની થેલી

     અમેરિકાના લોસ એન્‍જલસમાં એક ૮ વર્ષના વિદ્યાર્થીના માતા-પિતાએ સ્‍કૂલ પર કેસ કરી આરોપ લગાવ્‍યો છે કે  એના પુત્રને બાથરૂમ ન જવા દીધેલ અને કલાસમાં બધાની સામે પેશાબ કરવા માટે મજબૂર કર્યો.

માતા-પિતાએ કહ્યું બાળકના પેશાબથી ભીંજાયેલ કપડા ઉપર કચરાની થેલીઓ પહેરાવી દિવસભર બેસાડયો હતો.

બાળકની માતાએ કહ્યું સ્‍કુલ પ્રિન્‍સીપાલએ ઘટના પર વાત કરવાથી ઇન્‍કાર કર્યો. વિચારો બાળક પર આની શું અસર થઇ હશે.

(10:22 pm IST)