દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના જંગલોમાં આગ ભભૂકતા અફડાતફડી: 150થી વધારે ઘરો આગની ઝપેટમાં આવ્યા

નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં આગની કટોકટી જાહેર કરી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે આવેલા જંગલમાં ઘણા લોકોના મોત થયા અને 150થી વધુ ઘરોમાં આગ લાગવાની ઘટના બાદ આ ઘોષણા કરવામાં આવી હતી.

                    ન્યૂ સાઉથ વેલ્સના રાજ્યના ઇમરજન્સી સેવાઓ પ્રધાન ડેવિડ ઇલિયટે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જે અત્યાર સુધીની ભયાનક આગમાં ફેરવાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે પવનને કારણે આગ ફેલાઇ હતી.

(6:36 pm IST)