દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

ઓએમજી જાપાનની કંપનીનો અનોખો નિર્ણય: મહિલા કર્મચારીને ચશ્મા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી:આધુનિક વિચારસરણી ધરાવતા જાપાનમાં પણ મહિલાઓ સાથેના ભેદભાવ થતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાપાનમાં કામકાજને સ્થળે મહિલાઓને ચશ્મા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવે આ નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યો છે.


                      બિઝનેસ ઇન્સાઇડરના રિપોર્ટ અનુસાર એક રિસેપ્શનિસ્ટને ચશ્મા પહેરવાની મંજૂરી આપવામાં નહોતી આવી જ્યારે પુરુષ કર્મચારીને ચશ્મા પહેરવાની અનુમતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત જાપાનની એક રેસ્ટોરન્ટે નિવેદન આપ્યું હતું કે મહિલા કમર્ચારીઓના પારંપરિક વસ્ત્રો પર ચશ્મા શોભતા નથી. આ અંગે મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમજ કામકાજના સ્થળે ચશ્મા પહેરવાની માંગ કરી હતી.

(6:36 pm IST)