દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

અફઘાનિસ્તાનના ઉતરી કૂદુંજ પ્રાંતમાં વિસ્ફોટની ઘટનામાં પાંચ આંતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: સોમવારના રોજ અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત કૂદુંજમાં એક વિસ્ફોટની ઘટનામાં પાંચ આતંકવાદીઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે આ ઘટનામાં ત્રણ આતંકવાદીને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ ઘટના ત્યારે બની હતી જયારે આતંકવાદી સુરક્ષાબળોને નિશાન બનાવવા માટે અલી અબાદ જિલ્લાના હાજી મેહરબ વિસ્તારમાં એક ઘરમાં વિસ્ફોટક ઉપકરણ લગાવી રહ્યા હતા.

                   અફઘાનિસ્તાનની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તરી પ્રાંત કૂદુંજમાં ઘણા સમયથી આતંકવાદીઓનો ત્રાસ છે આ બોંબ હુમલામાં પાંચ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:37 pm IST)