દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

ગાય-ભેંસને પણ થઇ રહ્યું છે કેન્સરઃ દૂધ ઉકાળીને પીઓ

જળાશયનું પ્રદૂષિત પાણી પીતાં કેન્સર થવાની શકયતા વધે છે

હિસાર તા.૧૧ : જો તમે એમ વિચારતા હો કે માત્ર તમાકુના સ્ેવનથી કેન્સર થાય છે તો તે વાત ખોટી છે. કયારેક દૂધ પીવાથી પણ આ બીમારી થઇ શકે છે. લાલા લજપતરાય પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન યુનિવર્સિટી, હિસારનો રિપોર્ર્ટ કહે છે કે ગાય-ભેંસમાં પણ કેન્સરની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં આ યુનિવર્સિટીએ પોતાને ત્યા ઇલાજ માટે આવેલા જાનવરોના અલ્ટ્રાસાઉન્ડથી એક ડેટા બેઝ તૈયાર કર્યો, જેમાં સામે આવ્યુ કે ભેંસ કે ગાયમાં કેન્સરની ઘટનાઓ ઓછી નથી. વૈજ્ઞાનિકો અત્યાર સુધી માનતા હતા કે ઘોડીઓમાં જ કેન્સર જોવા મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દુધાળુ પશુઓમાં પણ કેન્સરના કણો જોવા મળ્યા છે.

પશુ વિજ્ઞાની કહે છે. કે જો દુધાળુ પશુઓનું દુધ ઉકાળ્યા વગર પીવામાં આવે તો કેન્સર થઇ શકે છે. ભારતમાં ખાસ વાત એ છે કે અહી લોકો બેથી ત્રણ વખત ઉકાળીને દુધ પીએ છે. તેનાથી દુધમાંં રહેલા કેન્સર ફેલાવનાર તત્ત્વ સમાપ્ત થઇ જાય છે. વિજ્ઞાની કહે છેકે દુધ પીતાક પહેલા તેનેે બેથી ત્રણ વાર ધીમી આંચ પર ગરમ કરવું જોઇએ.

લાલા લજપતરાય યુનિવર્સિટી ગાયનેકોલોજી ડિપાર્ટમૈન્ટ પણ વિજ્ઞાની ડો. આર.કે.ચંદોલિયા કહે છે કે અમારી પાસે જે પણ પશુ આવ્યા તેની તપાસમાં અમે જાણ્યું કે તેમાંથી ઘણી ગાય-ભેંસ એવી હતી, જેનામાં ગર્ભાશયના કેન્સરના લક્ષણો જોવા મળ્યા જો સમય પર કેન્સરની જાણ થાય તે તેમના ગર્ભાશય કાઢીને ઉપચાર કરી શકાય છ.ે

પશુઓને જે ચારો આપવામાં આવે છે તેમાં રાસાયણિક દવાઓનો પ્રયોગ થાય છે. પાકમાં રાસાયતિક દવાઓના પ્રયોગ બાદ વરસાદના પાણીમાં આ દવાઓ મિકસ થઇ જાય છ.ે ત્યાર બાદ જયારે કોઇ જળાશયમાંથી પશુ પાણી પી લે છે તો તેમાં કેન્સરની ખુબજ શકયતા રહે છે. અમે એ પણ કોશિષ કરી રહ્યા છે કે મનુષ્યની જેમ પશુઓની દરેક બીમારીનો ઇલાજ કરી શકાય.

(3:49 pm IST)